નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન  (AIIMS) માં નર્સ યુનિયને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. નર્સ યુનિયનનું કહેવું છે કે તેમની અનેક માગણીઓ છે જેને સરકાર અને પ્રશાસન માનતા નતી. આવામાં તેમની પાસે હડતાળ પર ગયા વગર કોઈ રસ્તો બચ્યો નહતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ, ગડકરીએ કહ્યું- ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કેટલાક લોકો


એક મહિનો વીતવા છતાં સરકારે માગણીઓ ન માની
એમ્સ નર્સિંગ યુનિયનના પ્રેસિડેન્ટ હરીશકુમાર કાજલાએ કહ્યું કે તેઓ આ પ્રકારે હડતાળ પર જવા માંગતા નહતા. પરંતુ એક મહિનો વીતી ગયા છતાં સરકાર અને એમ્સ પ્રશાસને તેમની માગણીઓ પર વિચાર કર્યો નહીં. જે કારણે 16 ડિસેમ્બરથી શરૂ થનારી સ્ટ્રાઈકને 14 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી. કાજલાએ ચેતવણી આપી કે જ્યાં સુધી તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. 


એમ્સમાં 5000 નર્સિંગ સ્ટાફ તૈનાત છે
નર્સ યુનિયનની અચોક્કસ મુદ્દતની હડતાળથી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની પરેશાનીઓ વધી રહી છે. હાલ એમ્સમાં લગભગ 5 હજાર નર્સિંગ સ્ટાફ છે. જેમા મહિલાઓ અને પુરુષો બંને સામેલ છે. આ સ્ટાફ એમ્સમાં દાખલ થયેલા સેંકડો દર્દીઓની દેખભાળ કરે છે. આવામાં અચાનક હડતાળ પર ઉતરી જવાના કારણે એમ્સ પ્રશાસન માટે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની શકે છે. 


Corona Vaccine: કોરોના રસીકરણ પર સરકારની ગાઇડલાઇન જાહેર, જાણો AtoZ માહિતી


ખરી નર્સો પોતાના દર્દીઓને ક્યારે છોડતા નથી
એમ્સના ડાઈરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ નર્સોની અચાનક શરૂ થયેલી હડતાળને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે મહામારીના આ સમયમાં ખરા નર્સિંગ કર્મચારીઓ હડતાળ કરી શકે નહીં. નર્સ યુનિયને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ન જવું જોઈએ. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે જેમ કે ફ્લોરેન્સ નાઈટેંગલે કહ્યું હતું કે ખરી નર્સ ક્યારેય પોતાના દર્દીઓને છોડતા નથી એ જ રીતે એમ્સની સાચી નર્સો પોતાના દર્દીઓને છોડશે નહીં. 


હડતાળી નર્સોની મોટાભાગની માગણીઓ સ્વીકારી લેવાઈ છે
ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે નર્સોની મુખ્ય 23 માંગણીઓ છે. જેમાંથી મોટાભાગની સરકાર અને એમ્સ પ્રશાસને માની લીધી છે. આમ છતાં નર્સિંગ યુનિયન હડતાળ પર ઉતર્યું. તેનાથી દર્દીઓને મુશ્કેલીઓ પડી શકે છે. તેમણે નર્સિંગ યુનિયનને હડતાળ ખતમ કરીને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. પરંતુ યુનિયન પર તેમની આ અપીલની કોઈ અસર થતી હોય  તેવું જણાતું નથી. તેઓ હજુ પણ પોતાની માગણીઓ પર મક્કમ છે. (ઈનપુટ  પીટીઆઈ)


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube